દેશી હિસાબ

Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear

4 જીવન અંજલિ થાજો ધોરણ ૧૦ ગુજરાતી પાઠ્યપુસ્તક ઉકેલો

 

 


Std 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો



સ્વાધ્યાય


 ગુજરાતી ગ્રામર પુસ્તક

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.


પ્રશ્ન 1.

કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે ?

(a) સુઘડ

(b) આકર્ષક

(c) સ્વચ્છ

(d) પરોપકારી

ઉત્તર :

(d) પરોપકારી


પ્રશ્ન 2.

કવિ કયો દીપક કદી ન ઓલવાય એમ ઇચ્છે છે ?

(a) અંધશ્રદ્ધાનો

(b) અશ્રદ્ધાનો

(c) શ્રદ્ધાનો

(d) નિરાશાનો

ઉત્તર :

(c) શ્રદ્ધાનો


2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :


પ્રશ્ન 1.

કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવા ઇચ્છે છે ?

ઉત્તર :

કવિશ્રી ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનવાનું ઇચ્છે છે.


પ્રશ્ન 2.

કવિ દરેક સ્પંદને શું ઇચ્છે છે?

ઉત્તર :

કવિ દરેક સ્પંદને ઈશ્વરનું નામ રટવાનું ઇચ્છે છે.


3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :


પ્રશ્ન 1.

કવિ ક્યાં ચાલવાનું કહે છે? શા માટે ?

ઉત્તર :

કવિ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ચાલવાનું કહે છે. દરેક મનુષ્ય ઈશ્વરને પ્રાપ્ત કરવા ઇચ્છે છે, ચરણો જો થો કી જાય, તો ઈશ્વરે પ્રાપ્ત થતા નથી, એટલે થાક્યા વિના ઈશ્વર પ્રાપ્તિ માટે, એમની દિશામાં કવિ ચાલવાનું ઇચછે છે, સેવા કરવાથી ઈશ્વરની પ્રાપ્ત સરળ બને છે. પરોપકાર કરો, ઈશ્વરને મેળવો.


પ્રશ્ન 2.

કવિ પોતાનાં ચરણોને વણથાકયાં કેમ કહે છે ?

ઉત્તર :

આપણે સમાજમાં કોઈ વસ્તુની પ્રાપ્ત કરવી હોય તો પુરુષાર્થ કરવો પડે છે. કામ કરવું પડે છે, ચાલવું પડે છે. જો આપણા ચરણ ચાલતાં જ થાકી જાય, તો આપણને ધ્યેયની પ્રાપ્તિ થતી નથી. એટલે કવિ પોતાના ચરણોને વણથાક્યા કહે છે; તો જ ઈશ્વર કે ધ્યેયને મેળવી શકાય છે.




4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.


પ્રશ્ન 1.

“જીવન અંજલિ થાજો’ – શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો.

ઉત્તર :

જીવન અંજલિ થાજો ‘ પ્રાર્થનાગીત છે, બહુ સુંદર અને ભાવવાહી છે, પોતાનું જીવન અંજલિરૂપ બને, અન્યને ઉપયોગી થાય તેવી માગણી કવિએ અહીં વ્યક્ત કરી છે. ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જળ બનવું, દીન-દુ:ખિયાનાં આંસુ લૂછવાં અને એ કામ ક૨તાં થાકવું નહિ, એવી કવિની ભાવના ઉચ્ચ કોટિની છે. પોતાના માટે નહિ પણ બીજાને માટે જીવવું અને પરોપકાર કરવો – એવી કવિની ભાવના ઉચ્ચ પ્રકારના સંતની શ્રેણી બતાવે છે.જીવન વીમો સલાહ


સત્યને માર્ગે ચાલનારને કંટકો અને મુસીબતોનો સામનો કરવો પડે છે. કવિ આવા સત્યના ઉપાસકોના કંટકળ્યાં રસ્તા ઉપર પુષ્પ બનીને પથરાવાની ઇચ્છા વ્યક્ત કરે છે. જીવન-નૈયા સંસારરૂપી સાગરમાં ડગમગે ત્યારે શ્રદ્ધાના દીવાને પ્રજ્વલિત , રાખવા ઈશ્વરને પ્રાર્થના કરે છે. આમાં કવિની નિઃસ્વાર્થ સેવાની આપણને ઝાંખી થાય છે, અન્ય માટે જીવન સમર્પિત કરવાની – કવિની ભાવના ના કાવ્યમાં ઠેરઠેર દષ્ટિગોચર થાય છે; તેથી મારી દૃષ્ટિએ ‘જીવન અંજલિ થાજો ‘ શીર્ષક દરે ક દૃષ્ટિકોણથી યથાર્થ સાબિત થાય છે.


પ્રશ્ન 2.

કાવ્યપંક્તિ સમજાવો :

“વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,

શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો”

ઉત્તર :

કવિની ઈશ્વર તરફની શ્રદ્ધા અચળ અને અટૂટ છે. સંસાર-સાગરમાં આવતાં સુખ-દુ:ખનાં વમળોની વચ્ચે જીવનરૂપી નાવ હાલ ક ડોલક થતી રહે છે. ત્યારે આવા દુ:ખના પ્રસંગોએ હે ઈશ્વર ! મારો શ્રદ્ધાનો દીપક સદા પ્રજવલિત રહે અને કદીયે ન બૂઝાય, એવું તે ગોઠવજે ! એક કવિએ કહ્યું છે : “રે ! રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળેય ન ખાવે” એટલે જો હું જ શ્રદ્ધા ગુમાવી બેસું તો મારું જીવન અંજલિ બની શકે નહિ, દુ:ખમાં અડગ રહેવા અને આગળ વધવા મારો શ્રદ્ધાનો દીવડો અખંડ રહે, એવી કવિની ઈશ્વરને પ્રાર્થના છે. ઈશ્વર પણ બીજાને મદદ કરનારને તરત જ મદદ કરે છે.જીવન વીમો સલાહ


Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો


Std 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો Additional Important Questions and Answers


સ્વાધ્યાય


નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો.


પ્રશ્ન 1.

જીવનને ભૂખ્યા કાજે શું બનાવવાનું છે ?

(A) ભજન

(B) ભોજન

(C) ધર

(D) નોકરી

ઉત્તર :

(B) ભોજનજીવન વીમો સલાહ


પ્રશ્ન 2.

તરસ્યા માણસને શેનાથી રાહત મળે છે ?

(A) ભજનથી

(B) ઝાડના છાંયાથી

(C) જળથી

(D) ઊંઘવાથી

ઉત્તર :

(C) જળથી


પ્રશ્ન 3.

કૌનાં આંસુ લૂછવાના છે ?

(A) સમ-દુ:ખિયાનાં

(B) હમ-દુ:ખિયાનાં

(C) કમ-દુ:ખિયાનાં

(D) દીન-દુઃખિયાનાં

ઉત્તર :

(D) દીન-દુઃખિયાનાં


Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો


પ્રશ્ન 4.

દીન-દુ:ખિયાનાં આંસુ લૂછતા શું ન ધરાય ?

(A) અંતરે

(B) અન્નજળ

(C) રૂમાલ

(D) આરતી

ઉત્તર :

(A) અંતરે


પ્રશ્ન 5.

કોની કેડી કાંટાળી છે ?

(A) અસત્યની

(B) ધનની

(C) સતુ ની

(D) જંગલની

ઉત્તર :

(C) સતુ ની



પ્રશ્ન 6.

કાંટાળી કેડી પર શું બનવાનું છે ?

(A) પથ્થર

(B) દીવાલ

(C) રેતી

(D) પુષ્પ

ઉત્તર :

(D) પુષ્પ


પ્રશ્ન 7.

જે ગતનું શું પીવાનું છે ?

(A) ઝેર

(B) લોહી

(C) પાણી

(D) શરબત

ઉત્તર :

(A) ઝેર


પ્રશ્ન 8.

ઝેરના બદલામાં શું આપવાનું છે ?

(A) દાન

(B) અમૃત

(C) સેવા

(D) પૈસા

ઉત્તર :

(B) અમૃત


Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો


પ્રશ્ન 9.

શું ન થાકે એમ કવિ કહે છે ?

(A) ચરર્થો

(B) કમળો

(C) ભમર

(D) વાયરો

ઉત્તર :

(A) ચરર્થો


પ્રશ્ન 10.

કોના પ્રત્યેક સ્પંદને નામ રટવાનું છે ?

(A) શ્વાસના

(B) હૈયાના

(C) મંદિરના

(D) પુષ્પના

ઉત્તર :

(B) હૈયાના


પ્રશ્ન 11.

કોની વચ્ચે નાવ હાલ કડોલક થવાની છે ?

(A) કમળોની

(B) તળાવોની

(C) સરોવરોની

(D) વમળોની

ઉત્તર :

(D) વમળોની


પ્રશ્ન 12.

આ દીવો કેવો છે ?

(A) શ્રદ્ધાનો

(B) આશાનો

(C) નિરાશાનો

(D) તૂફાનનો

ઉત્તર :

(A) શ્રદ્ધાનો


પ્રશ્ન 13.

‘જીવન અંજલિ થાજો’ ગીતના કવિ કોણ છે ?

(A) મકરંદ દવે

(B) કરસનદાસ માણેક

(C) નિરંજન ભગત

(D) ‘સુંદરમ્’

ઉત્તર :

(B) કરસનદાસ માણેક




નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.


પ્રશ્ન 1.

કોનાં આંસુ લૂછવાનાં છે ?

ઉત્તર :

દીન-દુ:ખિયાના આંસુ લૂછવાના છે.


પ્રશ્ન 2.

સત્ નો માર્ગ કેવો છે ?

ઉત્તર :

સત્ નો માર્ગ કાંટાળો છે.


પ્રશ્ન 3.

આવા કાંટાળા માર્ગ પર કવિને શું બનવું છે ?

ઉત્તર :

આવા કાંટાળા માર્ગ પર કવિને પુષ્પ બનવું છે.



પ્રશ્ન 4.

કવિને જગતનું શું પીવું છે ?

ઉત્તર :

કવિને જગતનું ઝેર પીવું છે.


Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો


પ્રશ્ન 5.

કવિ ઝેર પીને જગતને શું આપવા ઇચ્છે છે ?

ઉત્તર :

કવિ ઝેર પીને જગતને અમૃત આપવા ઇચ્છે છે.


પ્રશ્ન 6.

કોના કારણે નૈયા હાલકડોલક થાય છે ?

ઉત્તર :

વમળોને કારણે નૈયા હાલ ક-ડોલક થાય છે.


પ્રશ્ન 7.

આ દીવો કેવો છે ?

ઉત્તર :

આ શ્રદ્ધાનો દીવો છે.



પ્રશ્ન 8.

કવિ ઈશ્વર પાસે દીવા માટે શું માગે છે ?

ઉત્તર :

શ્રદ્ધાનો દીપકે કદીયે ન ઓલવાય એ કવિ ઈશ્વર પાસે માગે છે,


પ્રશ્ન 9.

“જીવન અંજલિ થાજો” પ્રાર્થનાગીતના કવિ કોણ છે ?

ઉત્તર :

કરસનદાસ માણેક “જીવન અંજલિ થાજો” પ્રાર્થનાગીતના કવિ છે.


નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.


પ્રશ્ન 1.

કોનાં આંસુ લૂછતાં કવિને ધરવ થતો નથી ?

ઉત્તર :

સમાજ માં અનેક લોકો દુઃખી છે. ચારેબાજુ દુઃખ અને હતાશા દેખાય છે. સમાજ માં સુખ કરતાં દુ:ખની માત્રા વધુ છે. કવિને આવા દીન અને દુ:ખી લોકોનાં અાંસુ લૂછવા છે અને તેથી આવા પરોપકારી કામ કરતાં એમના અંતરને ધરવ થતો નથી. સતત કામ કરતાં રહેવાની કવિની ઇચ્છા છે.




પ્રશ્ન 2.

આ જગતમાં કયું કામ અઘરું ગણાય છે ?

ઉત્તર :

આ જગતમાં ઝેર પીને અમૃત આપવાનું કામ બહુ અઘરું ગણાય છે. સમાજ માં અનેક લોકોને એકબીજા સાથે સારા-સારી નથી રહેતી. દુઃખ અને પીડાને કારણે આપસમાં વેર-ઝેર રહ્યાં કરે છે, કવિ આવાં વેર-ઝેરને પી જઈને, ભૂલી જઈને – જગતને શાંતિ, સુધા, અમૃતનું પાન કરાવવા માગે છે, દુ:ખને ગળી જવાના અને બદલામાં સુખ કે અમૃત આપવાનું કામ બહુ અઘરું ગણાય છે. માત્ર ઈશ્વરની દયા હોય તો જ આવું કામ થઈ શકે,


નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.


પ્રશ્ન 1.

“ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,

દીન-દુઃખિયાનાં આંસુ લો’તા, અંતર કદી ન ધરાજો !”

ઉત્તર :

‘જીવન અંજલિ થાજો’ પ્રાર્થનાગીતમાં કવિને દુ:ખી અને અસહાય લોકોની મદદ કરવાની ઇચ્છા છે. સમાજનાં ભૂખ્યાં લોકોને પોતે ભોજન આપવા માગે છે; જેથી એ લોકો શાંતિથી જીવી શકે. સમાજમાં રહેલાં તરસ્યાં લોકોને પાણી પીવડાવવાની કવિની મહેચ્છા છે, ભારતના અને ગુજરાતના અનેક ગામડાં હજુ પીવાના પાણીથી વંચિત છે.


આવા લોકોને પીવાનું પાણી મળે એવી ગોઠવણ કરવાની કવિની ઇચ્છા છે. વધતાં જે દીન છે, ગરીબ છે અને પછાત છે; એમનાં આંસુ પણ લૂછવાની ઇચ્છા કવિ બતાવે છે; અને આવાં પરોપકારના કામ કરતાં એમનું અંતર કદી પણ ધરાય નહિ, એવી પ્રભુને પ્રાર્થના કરે છે. જીવનને પરોપકારી બનાવવાં આવા મુશ્કેલ કાર્યો કરવાની કવિની ઇચ્છા ખરેખર પ્રશંસાને પાત્ર છે. સેવામાં જ ઈશ્વર વસેલા છે, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપો – તો તમને ઈશ્વરની પ્રાપ્તિ સહેલાઈથી થાય છે.


નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો :


નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.


ત્વરિત – ઝડપી, વેગીલું

ઉમંગ – ઉમળકો, ઉત્સાહ અન્ન અજાણ

વિદિત – જાણેલું

વહેમ – સંશય, શંકા

કર્તવ્ય – ફરજ

નાદ – સ્વર

કોપ – ગુસ્સો, ક્રોધ

નીચેના શબ્દોની સાચી જોડણી લખો.


અંજલી – અંજલિ

દૂખીયા – દુ:ખિયા

સુંદર – સુંદર

અમ્રત – અમૃત

ઊપયોગી – ઉપયોગી

પૂજારિ – ધ્રુજારી

કવી – કવિ

નિસાનિ – નિશાની

પંકતી – પંક્તિ

સમુહ – સમૂહ



નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો.


સ્વચ્છ × ગંદુ

ભૂખ્યા × તરસ્યા

શ્રદ્ધા × અશ્રદ્ધા

સમીપ × દૂર

આશા × નિરાશા

સત × અસત

કર્ષક × અનાકર્ષક

ઝેર × અમૃત

સુઘડ × કૂવડ

મારું × તારું

નીચેના શબ્દોના વિશેષણ બનાવો.


પરોપકાર – પરોપકારી

સમૂહ – સામૂહિક

આકર્ષણ – આકર્ષક

ભૂખ – ભૂખ્યા

શબ્દ – શાબ્દિક

તરસ – તરસ્યા

કાયમ – કાયમી

ઉપયોગ – ઉપયોગી



નીચેના શબ્દોની સંધિ છોડીને લખો.


રામાયણ – રામ + અયન

નાસ્તિક – ન + આસ્તિક

પૂર્વાપર – પૂર્વ + અપર

વિદ્યાર્થી – વિદ્યા + અર્થી

દુરાચાર – દુઃ + આચાર

સજ્જન – સત્ + જન

સંચય – સમુ + ચય

શિલ્પાનુકૂળ – શિલ્પ + અનુકૂળ

અથેતિ – અથ + ઇતિ

દેવાલય – દેવ + આલય

ચિંતાગ્નિ – ચિંતા + અગ્નિ

સમૃદ્ધિ – સમુ + ઋદ્ધિ

નિચ્છલ – નિસ્ + છલ

અધોગતિ – અધ: + ગતિ

જીવન અંજલિ થાજો Summary in Gujarati

જીવન અંજલિ થાજો કાવ્ય-પરિચય :


લેખક પરિચય : કરસનદાસ નરસિંહભાઈ માણેકનો જન્મ કરાંચીમાં થયો હતો. તેઓ જામનગર જિલ્લાના હડિયાણાના વતની હતા. ‘આલબેલ’, ‘મહોબતને માંડવે’, ‘વૈશંપાયનની વાણી’, ‘મધ્યાહ્ન’ વગેરે તેમના કાવ્યસંગ્રહ છે, ‘હરિનાં લોચનિયાં’ અને ‘લાક્ષાગૃહ’ નામની બે તેમની જાણીતી રચનાઓ પણ છે, ‘વૈશંપાયન” ઉપનામથી તેમણે હળવી કટાક્ષમયે શૈલીમાં કાવ્યો લખ્યાં છે.


કાવ્યનો સારાંશ : આ પ્રાર્થનાકાવ્ય સુંદર અને ભાવવાહી છે. પોતાનું જીવન અંજલિરૂપ બને, એન્થને ઉપયોગી થાય તેવી માંગણી કવિએ અહીં વ્યક્ત કરી છે, ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જળ બનવું, દીનદુ:ખિયાનાં આંસુ લૂછતાં થાકવું નહિ એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ જ સાર્થક જીવન છે તે સચોટ રીતે વર્ણવ્યું છે. સત્ય (સાચને) માર્ગે ચાલનારના માર્ગ પર પુષ્પ બની પથરાવું, જીવનનૈયા હાલ ક-ડોલક થાય ત્યારે પણ શ્રદ્ધાનો દીવો બળતો રાખવો એમાં નિસ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે. અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના જીવન અંજલિ થાજો ” એ ધ્રુવપંક્તિ દ્વારા ખૂબ સરસ રીતે ઉદયમાં કોતરાઈ જાય છે.




નીચેની કાવ્યપંક્તિનો અર્થ લખો.


જીવન અંજલિ ……………. થાજા અંજલિ થાજો !


અર્થ: મારું આ જીવન અંજલિરૂપ બને. હું સમાજમાં બીજાને ઉપયોગી બનું, એવું મારું જીવન અંજલિરૂપ બને, એવી મારી ઇચ્છા છે.


ભૂખ્યાં કાજે …………… મમમ અંજલિ થાજો !


અર્થ : ભૂખ્યાં લોકોને માટે મારું જીવન ભોજન આપનાર બને, તરસ્યા માણસોને હું જળ પીવડાવી શકું, ગરીબ અને દુ:ખી માણસોના દિલના દુ:ખને, એમનાં આંસુ લૂછી શકું, એવું મારું આ જીવન અંજલિ રૂપ બનજો.


સની કાંટાળી …………. અંજલિ થાજો !


અર્થ : સત્યનો રસ્તો બહુ કાંટાળો છે, મુશ્કેલી ભર્યો છે. એવા રરતા પર મારું જીવને પુષ્પ બનીને પથરાય એવી મારી ઇચછા છે કે જેથી સત્યના રસ્તે ચાલનારને કાંટા કે દુ:ખ ન પહોંચે. આ જગતમાં ચારે બાજુ ઝેર, દુ:ખ, જૂઠ ફેલાયેલાં છે, તે બધાં હું પી જાઉં અને બદલામાં સમાજના લોકોને અમૃત અર્પણ કરું, એવું મારું જીવન અંજલિરૂપ બને.


વણથાક્યા …………અંજલિ થાજો !


અર્થ: હે પ્રભુ ! હું તને પામવા માટે, ભલે ગમે તેટલું ચાલું, પણ મારા પગ જરાપણ થાકે નહિ, હંમેશને માટે તને પામવા હું ચાલતો હું અને મારા પગ થાકે નહિ, મારા હૃદયની પ્રત્યેક ધડકને તારું જ નામ બોલાય, એવું મારું જીવન અંજલિરૂપ બને.


વમળોની વચ્ચે …………….. અંજલિ થાજો !


અર્થ: સંસારમાં રહેતાં આવતી મુસીબતોના વમળો-સંકટની વચ્ચે મારી જીવનરૂપી નાવ ભલે હાલકડોલક થાય, ઊંચી નીચી થાય તેની મને ચિંતા નથી. મારો આપના ઉપરનો ભરોસો – વિશ્વાસનો, શ્રદ્ધાનો દીપક કોઈ દિવસ પણ બુઝાય નહિ, એવું મારું જીવન અંજલિરૂપ બનજો.




જીવન અંજલિ થાજો શબ્દાર્થ :


અંજલિ – ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા

અમૃત – પીયૂષ, ખમી

કાજે – વાસ્તે, માટે

દીન – ગરીબ, રેક, નિર્ધન

અંતર – હૃદય, ઉર, હયું

સત – સાચાપણું, સત્ય

જીરવવું – સહન કરવું, ખમવું

સમીપ – નજી કે, પાસે

શ્રદ્ધા – આસ્થા, વિશ્વાસ

પ્રત્યેકે – દરે ક, હરે ક

નયા – નાવ;

ઉર – હૃદય;

ધાજો – દોડજો;

સ્પંદન – ખાછી ધ્રુજારી, થડ કો.

જીવન અંજલિ થાજો તળપદા શબ્દો :


લો’તાં – લૂછતાં

નિત – નિત્ય, હંમેશાં, કાયમ

મુજ – મારું

કેરાં – નો

નવ – નહાં, ના, ન


Popular posts from this blog

વિદ્યાર્થીઓના