દેશી હિસાબ

Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear

Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન

  


Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.

પ્રશ્ન 1.
ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા વાર્તાનાયક કોને સાદ કરે છે ?
(a) પત્નીને
(b) બાળકોને
(c) અમથી માને
(d) જીવી માને
ઉત્તર :
(c) અમથી માને


પ્રશ્ન 2.
‘ટિફિન’ કૃતિમાં ગાય માટે કયો શબ્દ પ્રયોજાયો છે.
(a) માતા
(b) કામધેનુ
(c) કાળવી
(d) ગોરવી
ઉત્તર :
(d) ગોરવી



2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમાં શું કરતાં નજરે પડે છે ?
ઉત્તર :
વાર્તાનાયક ટિફિન લઈને માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમા બે મૂંગા જીવ માટે રોટલાં પડતાં નજરે પડે છે.

પ્રશ્ન 2.
વાર્તાનાયક અમથીમાને શું કહે છે ?
ઉત્તર :
વાર્તાનાયક અમથમાને કહે છે : ‘માજી કહ્યું તું તો ખરું કે ટિફિન…’

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
‘આ રોટલાનું વૈતરું શું કામ?’ – આ વાક્યનો પ્રત્યુત્તર શો મળે છે?
ઉત્તર :
‘આ રોટલાનું વૈતરું શું કામનું’ – આ વાક્યનો પ્રત્યુત્તર આ પ્રમાણે છે. અમથીમા કહે છે : ‘લે ધરાઈ જઉં પણ આ સામે બેઠી : કાળવી અને ગોરવી હમણાં આવશે. એ બંનેને શો જવાબ આપવાનો ?’ એટલે મારે મન રોટલાં પડવાં એ વતર્યું નથી, પોતાનાં સ્વજનોને જમાડવાનું પુણ્યનું કામ છે.


4. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
આ લઘુકથાનું હાર્દ સમજાવો.
ઉત્તર :
આ લઘુકથા ‘ટિફિનનું હાર્દ સમજવા જેવું છે. ગ્રામ્ય પ્રદેશમાં અનેક નિરાધાર વિધવા સ્ત્રીઓ રહે છે; પણ એમની પશુપ્રેમની અને પરોપકારની ભાવના સેંકડો વર્ષ જૂની છે, માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ આ ભાવના જોવા મળે છે. અમથીયાને ટિફિન ખાઈને રાંધવાની ઝંઝટમાંથી મુક્તિ મળે તેમ છે;’. પણ પોતાના આશરે રહેલાં બે મુંગા જીવને કોણ ખવડાવે ? સમય થાય એટલે કાળવી કરી અને ગોરવી ગાય પોતાને આંગણે નાવીને ઊભાં રહે.

જો પોતે ટિફિન ખાઈને આરામ કરે, તો આ બંને મૂંગા જીવો નિસાસો નાખે, તો પોતાનું ખાધેલું ટિફિન નકામું જાય. એટલે આ બંને જીવો માટે રોટલાં ઘડે છે. આમ, આ વાર્તામાં પશુપ્રેમ અને પરોપકારની ભાવના સરસ રીતે બતાવી છે. દરેક મનુષ્ય પશુપ્રેમ અને પરોપકારની વૃત્તિ કેળવવી જોઈએ.




સ્વાધ્યાય

નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

પ્રશ્ન 1.
વાર્તાનાયક શું લઈને આવે છે ?
(A) છાપું
(B) સુખડી
(C) પત્ર
(D) ટિફિન
ઉત્તર :
(D) ટિફિન


પ્રશ્ન 2.
વાર્તાનાયક ટિફિન લઈને શેમાં પ્રવેશ કરે છે ?
(A) પાણીમાં
(B) રસોડામાં
(C) માંડવીમાં
(D) બાગમાં
ઉત્તર :
(C) માંડવીમાં



પ્રશ્ન 3.
એમનો કેવો અવાજ ડાબી તરફથી આવતો જણાયો ?
(A) ધીમો
(B) ખોખરો
(C) કર્કશ.
(D) મંદ
ઉત્તર :
(A) ધીમો

પ્રશ્ન 4.
એમનો ધીમો અવાજ કઈ તરફથી આવતો જરાય ?
(A) જમણી
(B) ડાબી
(C) ઉપર
(D) નીચે
ઉત્તર :
(B) ડાબી

પ્રશ્ન 5.
ધીમા અવાજના શબ્દો કેવા હતા ?
(A) ‘કંઈ ભાઈ’
(B) ‘લાવ ભાઈ’
(C) ‘આય ભઈ’
(D) ‘જાને ભઈ’
ઉત્તર :
(C) ‘આય ભઈ’

પ્રશ્ન 6.
વાર્તાનાયક શું ઘડાતું જુએ છે ?
(A) માટલું
(B) પૈડું
(C) વાસણ
(D) રોટલા
ઉત્તર :
(D) રોટલા



પ્રશ્ન 7.
ઘડાતા રોટલાનો કેવો અવાજ આવે છે ?
(A) બખ… બખ… બખ
(B) ટપ… ટપ… ટપ
(C) બચ… બચ… બચ
(D) ટન… ટન… ટન
ઉત્તર :
(B) ટપ… ટપ… ટપ

પ્રશ્ન 8.
કોણ ખરું છે ?
(A) ડોશી
(B) જોશી
(C) સ્ત્રી
(D) પત્ની
ઉત્તર :
(A) ડોશી

પ્રશ્ન 9.
કોની ધમાલ હશે ?
(A) તોફાનની
(B) જમણવારની
(C) જાનની
(D) લગ્નની
ઉત્તર :
(B) જમણવારની

પ્રશ્ન 10.
એક દિવસ શેનાથી બચવાનું હતું ?
(A) મૃત્યુથી
(B) ખાવાથી
(C) તાવથી
(D) ધુમાડાથી
ઉત્તર :
(D) ધુમાડાથી



પ્રશ્ન 11.
કયા બાને ધુમાડાથી બચાવવાના હતા ?
(A) વાસંતીબાને
(B) ઉષાબાને
(C) અમથીબાને
(D) કૈલાસબાને
ઉત્તર :
(C) અમથીબાને

પ્રશ્ન 12.
વાર્તાલેખકે અમથીમાને કર્યું સંબોધન કર્યું ?
(A) હાજી
(B) માજી
(C) દેવી
(D) ડોશી
ઉત્તર :
(B) માજી

પ્રશ્ન 13.
વાર્તાલેખકને રોટલા ઘડવાનું કામ કેવું લાગે છે ?
(A) છોતરાં જેવું
(B) નિરર્થક
(C) વધુ પડતું
(D) વૈતરાં જેવું
ઉત્તર :
(D) વૈતરાં જેવું

પ્રશ્ન 14.
વાર્તાલેખક તરફ કેવી રીતે જુવે છે ?
(A) કરડી નજરે
(B) ત્રાંસી નજરે
(C) હળવાશથી
(D) હસતાં હસતાં
ઉત્તર :
(C) હળવાશથી



પ્રશ્ન 15.
કાળી કૂતરીનું શું નામ રાખ્યું છે ?
(A) માલણ
(B) ટપુડી
(C) કાળવી
(D) હલકી
ઉત્તર :
(C) કાળવી

પ્રશ્ન 16.
ગૌરી ગાયનું શું નામ રાખેલ છે ?
(A) ગોરવી
(B) ધોળકી
(C) માણાકી
(D) જાનકી
ઉત્તર :
(A) ગોરવી

પ્રશ્ન 17.
ટિફિન ખાવાથી અમથીમાનું શું થવાનું હતું ?
(A) માંદા પડે
(B) ઝાડા થઈ જાય
(C) ધરાઈ જાય
(D) બેભાન બને
ઉત્તર :
(C) ધરાઈ જાય

પ્રશ્ન 18.
કેટલા જીવ નૈહાકા નાંખે એવા હતા ?
(A) એક
(B) બે
(C) ત્રા
(D) ચાર
ઉત્તર :
(B) બે

પ્રશ્ન 19.
માજીનો ઇશારો કેટલા સમય પછી વાર્તાલેખકને સમજાયો ?
(A) એક મિનિટ પછી
(B) પાંચેક ક્ષણ
(C) ક્ષણેક પછી
(D) તુરંત
ઉત્તર :
(C) ક્ષણેક પછી



પ્રશ્ન 20.
ડોશી કોની વાત કરતાં હોય એમ બોલે છે ?
(A) નાતની
(B) જાતની
(C) ધર્મની
(D) કુટુંબીજનોની
ઉત્તર :
(D) કુટુંબીજનોની

પ્રશ્ન 21.
‘ટિફિન’ લઘુ કથાના લેખક કોણ છે ?
(A) રાવજી પટેલ
(B) નાથાભાઈ પટેલ
(C) વાસુદેવ દવે
(D) પ્રેમજી પટેલ
ઉત્તર :
(D) પ્રેમજી પટેલ

પ્રશ્ન 22.
‘ટિફિન’નો સાહિત્ય પ્રકાર કયો છે ?
(A) એકાંકી
(B) નવલકથા અંશ
(C) આત્મકથા
(D) લઘુ કથા
ઉત્તર :
(D) લઘુ કથા

નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અમથીમાં વાર્તાનાયકને શો જવાબ આપે છે ?
ઉત્તર :
અમથીમા વાર્તાનાયકને જવાબમાં કહે છે : ‘હં… તે સારું કર્યું.’



પ્રશ્ન 2.
વાર્તાનાયકને રોટલા ઘડવાનું કામ કેવું લાગે છે ?
ઉત્તર :
વાર્તાનાયકને રોટલા ઘડવાનું કામ વૈતરાં સમાન લાગે છે.

પ્રશ્ન 3.
અમથામાને ઘેર રોજ કોણ જમવા આવે છે ?
ઉત્તર :
અમશીમાને ઘેર રોજ કાળવી કૂતરી અને ગોરવી ગાય જમવા આવે છે.

પ્રશ્ન 4.
અમથીમાને આ બે પ્રાણીઓ કેવાં લાગે છે ?
ઉત્તર :
અમથમાને આ બે પ્રાણીઓ પોતાનાં કુટુંબીજનો જેવાં લાગે છે.

પ્રશ્ન 5.
અમથમાને તો ટિફિન આવવાનું હતું; તો પછી રોટલા કેમ થડે છે ?
ઉત્તર :
અમથી માને તો ટિફિન આવવાનું હતું, પણ કાળવી અને ગોરવીના ભોજન માટે રોટલાં પડે છે.

પ્રશ્ન 6.
કાળવી અને ગોરવીને ભોજન ન મળે શું નાખે ?
ઉત્તર :
કાળવી અને ગોરવીને ભોજન ન મળે તો નૈહાકા (નિસાસા) નાખે.



પ્રશ્ન 7.
આ લઘુકથામાં અમથીમાના કયા બે ગુણો દર્શાવ્યા છે ?
ઉત્તર :
આ લધુકથામાં અમથીમાના બે સદગુણો દર્શાવ્યા છે. પ્રથમ સદ્ગુણ છે પશુપ્રેમ અને બીજો સદગુણ છે પરોપકાર,

પ્રશ્ન 8.
ટિફિન લાવી આપવાની વાર્તાનાયકની ભાવના કેવી છે ?
ઉત્તર :
ટિફિન લાવી આપવાની વાર્તાનાયકની ભાવના એવી છે કે અમથીમાં એક દિવસ તો રાંધવાના ધુમાડાથી બચે.

પ્રશ્ન 9.
“ટિફિન’ લઘુકથાના લેખક કોણ છે ?
ઉત્તર :
‘ટિફિન’ લધુકથાના લેખક પ્રેમજી પટેલ છે.

પ્રશ્ન 10.
‘ટઠિનનો સાહિત્યપ્રકાર કયો છે ?
ઉત્તર :
ટિફિનનો સાહિત્યપ્રકાર લધુકથાનો છે.

નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો ?



પ્રશ્ન 11.
વાર્તાનાયકની ભાવનાનું વર્ણન કરો.
ઉત્તર :
વાર્તાનાયકને અમથીમા ત૨ફ લાગણી છે. ગામમાં જમણવાર છે. તેથી વિચારે છે કે અમથીમાની અવસ્થા થઈ છે. એક દિવસ ન રાંધે તો ધુમાડાથી બચે અને આરામ કરે. ટિફિન જમે તો રાંધવાનું વૈતરું ન કરવું પડે. એટલે વાર્તાનાયક માજીને કહીને ગયા છે કે આજે રસોઈ ન કરતાં, હું ગમે તેમ કરીને તમને ટિફિન પહોંચાડીશ. વાર્તાનાયકને વૃદ્ધ માજી ત૨ફ ખૂબ લાગણી છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર સૂચના મુજબ લખો. 

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :

સાદ – અવાજ, બૂમ
ધમાલ – કામ માટે દોડધામ
ઇશારો – સંકેત
માજી – બા
પ્રવેશ – દાખલ થવું
ટિફિન – બીજેથી પોતાના વાસણમાં લાવેલું ભોજન
ધરાઈ જવું – તૃપ્ત થવું
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

સવાલ × જવાબ
પ્રૌઢ × યુવાન
નાના × મોટા
પરોપકાર × સ્વાર્થ
લધુ × ગુરુ
પોતીકાં × પારકાં
દિવસ × રાત
ઉત્તમ × કનિષ્ઠ


નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :

ઘર આગળની ઊંચી બેઠક – માંડવી
પરાણો કરાવવામાં આવતું કામ – વૈતરું
પંખીઓને દાણા નાખવાની જગ્યા – ચબૂતરો
ત્રણ ફૂટ જેટલું માપ – વાર
નાટકની ભજવણી માટેનું સ્થાન – રંગમંચ
જરૂરી ખર્ચ જ કરવું – કરકસર
ટિફિન Summary in Gujarati
ટિફિન કાવ્ય-પરિચય :

લેખક પરિચય : પ્રેમજી સોમાભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલના વતની છે. તેઓ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે.

‘ત્રપનમી બારી’, ‘અમૃત વર્ષ’, ‘સ્પર્શમણિ’, ‘અવેર’, ‘કીડીકથા તેમના લઘુકથાસંગ્રહો છે. ‘ચૌદલોક’, ‘લોકજણસ’, ‘અભીલોક’ તેમનું સંપાદિત લોકસાહિત્ય છે, ‘મંકોડાની મુસાફરી’, ‘નવતર બાળવાર્તાઓ’ તેમનું બાળસાહિત્ય છે. ‘ગુજરાતી જીવન કથાઓ’, ‘વિવેચનો તરફ’, ‘ગુજરાતી આત્મકથાઓ’ તેમના વિવેચન ગ્રંથ છે.

લઘુકથાનો સારાંશ : આ લધુકથામાં એક માર્મિક ધટના વર્ણવવામાં આવી છે, નાનાં અને સાદાં વાક્યોથી અમથી માની પશુપ્રેમ અને પરોપકારની વૃત્તિનું ઉત્તમ આલેખન થયું છે, જમણવાર પ્રસંગે પ્રૌઢો માટે ટિફિન આવવાનું છે, છતાં અમથી માં રોટલો પડતો ” દેખાય છે તેથી લેખક અકળાય છે; પરંતુ અમથી મા જુદી રીતે વિચારે છે : ગાય અને કૂતરી શું ખાશે ? લઘુ કથાનો વળાંક ત્યાં છે કે છતે કુટુંબે એકલવાયું જીવન જીવતાં અમથી મા માટે તો આ પશુઓ જ તેમનાં પોતીકાં હતાં, કુટુંબી હતાં. એક જ પ્રસંગમાં મનુષ્યના સંબંધો સચોટ રીતે પ્રગટ થાય છે તે આ લધુકથાની વિશેષતા છે.



ટિફિન શબ્દાર્થ :

સાદ – અવાજ, બૂમ
ધમાલ – કામ માટે દોડધામ
ઇશારો – સંકેત
ધરાઈ જવું – તૃપ્ત થવું
ટિફિન તળપદા શબ્દો

આય – આવ
ભઈ – ભાઈ
ઉં – હું
નૈહાકા – નિઃસાસા

Popular posts from this blog

વિદ્યાર્થીઓના