Std 10 Gujarati Textbook Solutions Chapter 9 હાથ મેળવીએ સ્વાધ્યાય 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો. પ્રશ્ન 1. કવિ અહીં કોનો હાથ માંગે છે ? (a) અજાણી વ્યક્તિનો (b) મિત્રનો (c) પત્નીનો (d) પાડોશીનો ઉત્તર : (a) અજાણી વ્યક્તિનો પ્રશ્ન 2. ‘હાથમાં ઉષ્મા અને થડકો’ કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે ? (a) પરસ્પરના વેરભાવ (b) પરસ્પરના હૃદયનો ભાવ (c) પરસ્પરની ટીકાનો ભાવ (d) પરસ્પરનો દ્વેષભાવ ઉત્તર : (b) પરસ્પરના હૃદયનો ભાવ 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો : પ્રશ્ન 1. કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? ઉત્તર : કવિ આ ખાલી હાથમાં પણ ઉષ્મા અને થડકો હોવાનું અનુભવે છે. Class 10 Gujarati Textbook Solutions Chapter 9 હાથ મેળવીએ પ્રશ્ન 2. કવિ અજાણ્યા માણસને શું કહે છે ? ઉત્તર : કવિ અજાણ્યા માણસને પણ પોતાનો હાથ લંબાવીને મૈત્રી કરવા આમંત્રણ આર્ષ છે. 3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. તમારા હાથમાં શું-શું છે ? ઉત્તર : તમારા હાથમાં ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે અને એ ઉપરાંત બીજાં અનેક સારાં કાર્યો કરવાની આવડત હશે; પણ કવિને આવી બધી વાતોમાં કોઈ રસ નથી. એમને તો માત્ર હાથ મેળવીને માનવીના હૃદયભાવને સ્પર્શ કરીને મંત્રી બાંધવી છે. પ્રશ્ન 2. ‘હાથ મેળવવા’ દ્વારા કવિ શું સૂચવે છે ? ઉત્તર : માનવીના હાથે અનેક કામો થાય છે, હાથથી સારાં અને નઠારાં કામો થાય છે, હાથની આવડતથી સારું અને ઉમદા કામ થાય છે; તો બિનઆવડતવાળા હાથથી ખરાબ અને ખોટું કામ પણ થાય છે. હાથથી મૈત્રી થાય છે. હાથથી દુશ્મની પણ થાય છે, હાથથી તાલી પણ પડે છે અને હાથથી તમાચો પણ પડે છે. 4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન 1. ‘આ બેય ખાલી હાથમાંયે કેટલું છે ! – પંક્તિ સમજાવો. ઉત્તર : “ખરેખર હાથ ખાલી નથી. આ બંને હાથમાં ધન, સંપત્તિ, યશ-અપયશ, સારાં-ખોટાં કામ, આવડત, બિનઆવડત, કીર્તિ, ઉષ્મા” અને થડકો જેવી અનેક બાબતો સમાયેલી છે. બંને હાથથી મિત્રતા બંધાય છે. હૃદયના ભાવ વધે છે. સમાનતા સાધી શકાય છે, તદન સહજભાવે, હોદાનું અભિમાન છોડીને સરળ માનવ બનવાનું કવિનું સ્વપ્ન છે. એટલે પોતે પહેલ કરીને, અજાણયાને ‘ પણ હાથ લંબાવીને મિત્ર બનાવવા ચાહે છે. ખરેખર, હાથ ખાલી નથી, આ મૈત્રીપૂર્ણ હાથ છે. પ્રશ્ન 2. ધન, સત્તા, કીર્તિનું કામ નથી – એમ કવિ શા માટે કહે છે ? ઉત્તર : કવિની ઇચ્છા માત્ર મૈત્રી બાંધવાની છે, હાથ મેળવીને બીજાનાં હૃદય સુધી પહોંચવાની ઇચ્છા છે, ધન, સત્તા અને કીર્તિથી માણસ બીજા માણસથી અલગ થઈને એકલો જીવે છે. કવિને આવી ભૌતિક વસ્તુઓમાં જરાયે રસ નથી. તમે તમારું પદ કે હોદ્દો છોડીને સામાન્ય બનો, લોકો સાથે પ્રેમથી હળો-મળો એ જરૂરી છે, ધન-સત્તા-કીર્તિ ક્ષણિક છે, પ્રેમ કાયમી છે, બધાંને મિત્ર બનાવો – બધાંને પ્રેમ આપો, ભૌતિક વસ્તુઓ છોડો – પ્રેમને અપનાવો. કવિને પણ આવી વસ્તુ નથી જોઈતી. માત્ર હાથ, માત્ર મૈત્રી જોઈએ છે. સ્વાધ્યાય નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન 1. કવિ અજાણ્યા માણસ પાસે શું માગે છે ? (A) સત્તા (B) કીર્તિ (C) રૂપિયા (D) હાથ ઉત્તર : (D) હાથ પ્રશ્ન 2. કવિ અજાણ્યા માણસ પાસે કેવો હાથ માગે છે ? (A) સુંવાળો હાથ (B) ગંદો હાથ (C) ખાલી હાથ (D) તૂટેલો હાથ ઉત્તર : (C) ખાલી હાથ પ્રશ્ન 3. હાથથી પરસ્પરના કયા ભાવને ભેળવવાની છે ? (A) હૃદયના (B) ગામના (C) રૂપિયાના (D) સત્તાના ઉત્તર : (A) હૃદયના પ્રશ્ન 4. આપણા હાથ કેવા કામ કરે છે ? (A) સારાં-નઠારાં (B) ઊંધાચત્તા (C) ખોટેખોટાં (D) અવળાં-સવળાં ઉત્તર : (A) સારાં-નઠારાં પ્રશ્ન 5. કેવા હાથને કેળવવાનાં છે ? (A) બિનઆવડતવાળા (B) ટૂંઠા (C) લાંબા (D) ગંદા ઉત્તર : (A) બિનઆવડતવાળા પ્રશ્ન 6. કવિને કેવી હાથ જોઈએ છે ? (A) મૈત્રીપૂર્ણ (B) સત્ત્વશાળી (C) કીર્તિવંત (D) પોચો ઉત્તર : (A) મૈત્રીપૂર્ણ પ્રશ્ન 7. કવિ હાથ દ્વારા ક્યાં પહોંચવા માગે છે ? (A) ખેતરે (B) હૃદયમાં (C) વાડીએ (D) પરદેશમાં ઉત્તર : (B) હૃદયમાં પ્રશ્ન 8. ‘હાથ મેળવીએ’ કાવ્યના કવિ કોણ છે ? (A) ઉમાશંકર (B) સુંદરમ્ (C) મીરાંબાઈ (D) નિરંજન ભગત ઉત્તર : (D) નિરંજન ભગત નીચે આપેલ પ્રશ્નોના જવાબ સૂચના મુજબ આપો : નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો : કીર્તિ – ખ્યાતિ, નામના હાથ – હસ્ત, કર થડકો – થડકાર નઠારું – ખરાબ ઉષ્માં – ગરમાવો, ટૂંકા ભાવ – પ્રેમ, લાગણી ધન – પૈસા, સંપત્તિ અજાણ્યા – જાણીતા નહિ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો : કીર્તિ × અપકીર્તિ મિત્ર × દુશ્મન જાણીતા × અજાણ્યા પસંદ × નાપસંદ સારું × નઠારું, ખરાબ ટીકા × વખાણ આવડત × બિનઆવડત ઉષ્મા × ઠંડક નીચેના શબ્દની સાચી જોડણી લખો : પકંતી – પંક્તિ કિર્તી – કીર્તિ મેતઈ – મૈત્રી ઉર્મી – ઊર્મિ કવી – કવિ જુવો – જુઓ હાથ મેળવીએ કાવ્ય-પરિચય : લેખક પરિચય : નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. ‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’ આ ત્રણેય કાવ્યસંગ્રહોની કવિતા લઈ નવો કાવ્યસંગ્રહ ‘છંદોલય’પ્રકટ થયો છે, તેમાં પ્રવાલદ્વીપ’ અને ’33 કાવ્યો’ પણ સમાવાયાં છે, સૉનેટ, પરંપરિત અને ઊર્મિકાવ્યનું સફળ ખેડાણા તેમણે કર્યું છે, ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’, ‘યંત્રયુગ અને મંત્રકવિતા’, “મીરાં’, સ્વાધ્યાયલોક – ભાગ 1 થી 8′ એમના વિવેચન ગ્રંથો છે, તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. પાઠનો સારાંશ : કવિએ આ નાનકડા ઊર્મિકાવ્યમાં ભાવસંવેદનનું મહત્ત્વ સ્થાપ્યું છે. અહીં હાથ હૃદયભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી ‘ પહોંચવા માગું છું. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. તેમાંથી ભાવના કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે તે હૃદયંક્ય નોંધપાત્ર છે. નીચેની કાવ્યપંક્તિઓનો ભાવાર્થ લખો : લાવો તમારો …………………તમારા હાથમાં ? અર્થ ? હે ભાઈ ! તમારો હાથ મને આપો. તમારા હાથને આપણે મેળવીએ અને હું આ વાત મારો હાથ લંબાવીને તમને કહું છું. મારે તમારી પાસેથી કંઈ જ મેળવવું નથી. જો કે તમારા હાથમાં તો ઘણું બધું છે, ધન, સત્તા, કીર્તિ વગેરે જેવી અનેક વસ્તુઓ તમારા આ હાથમાં હશે ! અને તમારા હાથમાં શું શું નથી હોતું ? મારે કાનું ……………….. કેટલું છે ! અર્થ : મારે તમારા હાથમાં રહેલી કોઈ વસ્તુની ઇચ્છા નથી. મારે આવી કોઈ વસ્તુનું કામ નથી, માત્ર મારે તમારો ખાલી હાથ મેળવવો છે, અરે ભાઈ ! આપણા બંનેના હાથ ખાલી નથી. આપણા આ બંને ખાલી હાથમાં પણ ઘણું બધું રહેલું છે ! આપણા આ ……………… હાથ કેળવીએ ! અર્થ : આપણા આ હાથમાં ઉષ્મા છે, થડકો છે, અને એના વડે જ આવો, આપણે આપણા હૃદયના ભાવને ભેળવીએ, અને બિનઆવડત, સારું-નઠારું એવું કેટલુંય કામ કરતાં આપણા આ હાથને આપણે સારી તાલીમ આપીને કેળવીએ – સુધારીએ. અજાણ્યા છો …………… હાથ, મેળવીએ ! અર્થ : અરે ભાઈ તમે અજાણ્યા છો ? કંઈ વાંધો નહિ, તો પણ જુઓ, હું મારો હાથ લંબાવીને તમને કહું છું કે લાવો તમારો હાથ, આપણે બંને હાથ મેળવીએ ! હાથ મેળવીએ શબ્દાર્થ : કીર્તિ – ખ્યાતિ, નામના થડકો – થડકાર ઉષ્મા – ગરમાવો, ફ ધન – પૈસો, સંપત્તિ બાધ – હસ્ત, ક૨ પરસ્પર – એકબીજાના સત્તા – અધિકાર નઠારું – ખરાબ, ખોટું આવડત – હોંશિયારી અજાણ્યા – ઓળખીતા નહિ
Student ID Card Table Student ID Card Table (Without Photo) Student Name: Date of Birth: Phone Number: Class/Grade: Address: 🧑🎓 Add Student 📥 Download Excel File Serial No. Student Name Date of Birth Phone Number Class/Grade Address