દેશી હિસાબ

Audio Upload with Preview Upload Audio File audio upload audio upload No file selected. Upload Clear

Std 10 Gujarati Textbook Solutions Chapter 15 તે બેસે અહીં

 

  


Std 10 Gujarati Class 10 Gujarati Textbook Solutions Chapter 15 તે બેસે અહીં

 

સ્વાધ્યાય


1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.


પ્રશ્ન 1.

‘સૂર્ય તપતો હોય એનો મધ્યમાં’નો અર્થ……………

(a) વૈશાખ મહિનાનો સૂર્ય

(b) લાલ ધગધગતો ગોળો

(c) પ્રગતિની ટોચે હોવું

(d) સૂર્ય અને ચન્દ્રની મધ્યમાં

ઉત્તર :

(c) પ્રગતિની ટોચે હોવું



પ્રશ્ન 2.

કવિ કઈ રીતે આપેલ દાનને ઉત્તમ માને છે ?

(a) ગુપ્ત રીતે દાન આપ્યું હોય

(b) હાથથી દાન આપ્યું હોય

(c) દાનની ખૂબ જ જાહેરાત કરી હોય

(d) દાન આપ્યું જ ન હોય

ઉત્તર :

(a) ગુપ્ત રીતે દાન આપ્યું હોય


2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :


પ્રશ્ન 1.

માણસની નમ્રતા કવિએ કઈ પંક્તિ દ્વારા દર્શાવી છે ?

ઉત્તર :

માણસની નમ્રતા કવિએ નીચેની પંક્તિમાં દર્શાવી છે. ‘સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં, કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.’ એટલે કે કોઈ વ્યક્તિ ઊંચી પદવી પર હોય તો પણ કોઈને ઝૂકીને, તેનાં ચરણોની વંદના કરે, એવી વ્યક્તિ આ સભામાં બેસી શકે છે.



પ્રશ્ન 2.

કવિએ સભામાં બેસવા માટેની લાયકાત કઈ ગણાવી છે?

ઉત્તર :

જે વ્યક્તિ સભામાં બેઠી હોય અને પોતે જ પોતાની જાતને પૂછે કે આ સભામાં બેસવાની તેની લાયકાત છે ? અને એમ લાગે કે નથી, તો બીજી જ ક્ષણે તે સભામાંથી ઊઠીને ચાલતો થાય, એવી વ્યક્તિની સભામાં બેસવાની લાયકાત છે.


3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :


પ્રશ્ન 1.

બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદનાને કવિ શું કહીને સમજાવે છે ?

ઉત્તર :

બીજાના દુઃખે દુઃખી થવું એ સંવેદનશીલ વ્યક્તિની લાયકાત ગણાય છે. કોઈ દુ:ખી હોય, રોતું હોય તો તેનો આંસુ લૂછવા જોઈએ, તેના દુ:ખમાં ભાગીદાર થવું જોઈએ અને પોતાની છાતીમાં પણ આવા માણઢને જોઈને દુ:ખ થવું જોઈએ, કવિએ ઓ માટે સરસ વાત કરી છે કે આંસુ લૂછો અને છાતીમાં દર્દ અનુભવો; તો જ તમે સાચા અને સારો મનુષ્ય છો અને સભામાં બેસી શકો છો.


પ્રશ્ન 2.

દાનનો મહિમા કવિ કયા ઉદાહરણ દ્વારા સમજાવે છે ?

ઉત્તર :

દાનનો મહિમા માટે કવિ એક ઉદાહરણ આપે છે. નાનાં જીવજંતુને માટે વહેલી સવારે ખાંડ કે લોટ દ્વારા કીડિયારું પૂરવાનો અપરંપાર મહિમા છે, તેના કામ વહેલી સવારે કરવાનું હોય છે કે જેથી કોઈને ખબર ન પડે બીજ, ખાપણે એવી રીતે દાન કરવું જોઈએ જેની જાણ આપણા બીજા હાથ – ડાબા હાથને જાણ ન થાય, દાન હંમેશા જમણા હાથે થતું હોય છે; તેથી બીજા ડાબા હાથને તેની ખબર ન પડવી જોઈએ, એવી રીતે ગુપ્તદાન કરવું જોઈએ, ધનની જાહેરાત થવી જોઈએ નહિ.


4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.


પ્રશ્ન 1.

માણસની સભાપાત્રતાની યોગ્યતા ગઝલને આધારે સમજાવો.

ઉત્તર :

કોઈ એક વ્યક્તિ કોઈ સભામાં બેઠી હોય; ત્યારે તે પોતાની જાતને પૂછે કે આ સાહિત્યની સંભો, સંગીતની સંભો, ગઝલની સભા કે અન્ય વિષયની સભા છે; ત્યારે તે પોતાની જાતને આ સભામાં બેસવાની તેની પાત્રતા છે કે નહિ, એમ પૂછે અને એને એમ લાગે કે ના, આ સભામાં બેસવાની મારી પાત્રતા કે યોગ્યતા નથી; તો બીજી જ હશે, તેણે આ સભાનો ત્યાગ કરવાની તત્પરતા ઘખવવી જોઈએ. આવી પોતાની જાતે જ પાત્રતા કે યોગ્યતા નક્કી કરે, તેને જ સંભામાં બેસવાનો અધિકાર છે, એમ કવિ આપણને સમજાવે છે. આ ગઝલમાં કવિએ આ વાત બહુ જ અષ્ટ રીતે બતાવી છે.



પ્રશ્ન 2.

અંતિમ બે શેરને આધારે આત્મનિરીક્ષણ અને પ્રામાણિકતા સમજાવો.

ઉત્તર :

પ્રથમ વાત એ છે કે કોઈ વ્યક્તિ સભામાં બેઠી હોય અને પોતાની જાતને પ્રામાણિકતાથી પૂછે કે આ સભામાં બેસવાની તેની પાત્રતા કે યોગ્યતા છે કે નહિ ? જો તેની પાત્રતા હોય તો જ તેણે આ સભામાં બેસવું જોઈએ. આ તેની પ્રામાણિકતા થઈ, બીજું, સભામાં બેઠા પછી, ફરી પોતાની જાતને પૂછે કે આ સભામાં બેસવાની તેની યોગ્યતા છે કે નહિ ? અને એને એમ લાગે કે આ સભામાં બેસવાની તેની યોગ્યતા નથી; તો તરત જ બીજી ક્ષણે ત્યાંથી ઊભા થઈને સભા છોડીને જવાની તેની તત્પરતા હોવી જોઈએ. આ તેનું આત્મનિરીક્ષણ થયું કહેવાય.




સ્વાધ્યાય


નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો :


પ્રશ્ન 1.

કોઈનું શું લૂછવાનું હોય છે ?

(A) માથું

(B) ગાલ

(C) ધૂક

(D) આંસુ

ઉત્તર :

(D) આંસુ



પ્રશ્ન 2.

કોઈને ક્યાં દુ:ખ થવું જોઈએ ?

(A) આંખમાં

(B) માથા પર

(C) છાતીમાં

(D) પગમાં

ઉત્તર :

(C) છાતીમાં


પ્રશ્ન 3.

કોઈનું મધ્યમાં શું તપતું હોય છે ?

(A) સૂર્ય

(B) ચંદ્ર

(C) તારા

(D) ભાગ્ય

ઉત્તર :

(A) સૂર્ય




પ્રશ્ન 4.

અધિકારીએ ક્યાં ઝૂકવાનું છે ?

(A) મંદિરમાં

(B) કોઈના ચરણમાં

(C) ઝાડ પાસે

(D) પત્ની પાસે

ઉત્તર :

(B) કોઈના ચરણમાં


પ્રશ્ન 5.

દાનની જાણ બીજા કોને ન થવી જોઈએ ?

(A) પાડોશીને

(B) દુમનને

(C) દેશને

(D) હાથને

ઉત્તર :

(D) હાથને



પ્રશ્ન 6.

કોઈએ શું પૂરવાનું હોય છે ?

(A) માંગ

(B) ઝોળી

(C) કીડિયારું

(D) દરે

ઉત્તર :

(C) કીડિયારું


પ્રશ્ન 7.

પોતાને શેના વિશે પૂછવાનું છે ?

(A) સંપત્તિ

(B) લાયકાત

(C) પ્રેમ

(D) સ્વચ્છતા

ઉત્તર :

(B) લાયકાત



પ્રશ્ન 8.

ક્યાંથી ઊઠી જવાનું છે ?

(A) કજિયામાંથી

(B) પલંગમાંથી

(C) સભામાંથી

(D) મંદિરમાંથી

ઉત્તર :

(C) સભામાંથી


પ્રશ્ન 9.

‘તે બેસે અહીં’ ગઝલના કવિ કોણ છે ?

(A) નેહલ પરમાર

(B) પાતળી પરમાર

(C) સ્નેહી પરમાર

(D) વિદેશી પરમાર

ઉત્તર :

(C) સ્નેહી પરમાર


પ્રશ્ન 10.

‘તે બેસે અહીં’ કાવ્ય સાહિત્યના કયા પ્રકારમાં આવે ?

(A) ગીત

(B) ઊર્મિગીત

(C) અછાંદસ

(D) ગઝલ

ઉત્તર :

(D) ગઝલ


નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :


પ્રશ્ન 1.

આપણે કોઈના શું લૂછવાનાં હોય છે ?

ઉત્તર :

આપણે કોઈનાં આંસુ લૂછવાનાં હોય છે.



પ્રશ્ન 2.

કોઈને ક્યાં દુ:ખ થવું જોઈએ ?

ઉત્તર :

કોઈને છાતીમાં દુઃખ થવું જોઈએ.


પ્રશ્ન 3.

કોઈનો શો મધ્યાહુને તપતો હોય છે ?

ઉત્તર :

કોઈનો સૂર્ય મધ્યાહ્ન તપતો હોય છે.


પ્રશ્ન 4.

આપણે દાન કેવી રીતે આપવાનું છે ?

ઉત્તર :

આપણે એવી રીતે ધન આપવાનું છે કે બીજા હાથને તેની જાણ પણ ન થાય.


પ્રશ્ન 5.

મોટા અધિકારીએ ક્યાં ઝૂકવાનું છે ?

ઉત્તર :

મોટા અધિકારીએ કોઈના ચરણોમાં ઝૂકવાનું છે.


પ્રશ્ન 6.

આપણો શું પૂરવાનું છે ?

ઉત્તર :

આપણે કીડિયારું પૂરવાનું છે.



પ્રશ્ન 7.

પોતાની જાતને શું પૂછવાનું છે ?

ઉત્તર :

પોતાની જાતને પોતાની યોગ્યતા કે લાયકાત વિશે પૂછવાનું છે.


પ્રશ્ન 8.

જે પોતાની યોગ્યતા ન હોય તો ક્યાંથી ઊઠી જવાનું છે ?

ઉત્તર :

જો પોતાની યોગ્યતા ન હોય તો સભામાંથી ઊઠી જવાનું છે.


પ્રશ્ન 9.

‘તે બેસે અહીં’ ગઝલના કવિ કોણ છે ?

ઉત્તર :

‘તે બેસે અહીં’ ગઝલના કવિ નેહી પરમાર છે.


પ્રશ્ન 10.

‘તે બેસે અહીં’ કાવ્ય સાહિત્યના કયા પ્રકારમાં આવે ?

ઉત્તર :

‘તે બેસે અહીં’ સાહિત્યના ગઝલ પ્રકારમાં આવે.


નીચેના પ્રશ્નોના ઉત્તર સૂચના પ્રમાણે આપો :


નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :


સૂર્ય – ભાસ્કર, રવિ, આદિત્ય

હાથ – હસ્ત, કર, પાણિ

શ – પળ, પડી

કીડિયારું – કીડીના દર પાસે ખાંડ કે લોટ મૂકવો

લૂછવું – સાફ કરવું

ચણા – પગ, પાદ

મહિમા – ગૌરવ

દુખવું – દુ:ખ થવું

સજાગ – જાગૃત


નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :


લાયક × ગેરલાયક, નાલાયક

ઊઠવું × બેસવું

દુખ × સુખ

તપવું × શાંત, ઠંડું

સૂર્ય × ચંદ્ર

નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો:


આંસુ લૂછવું – અર્થ : દુઃખ દૂર કરવું.

વા. પ્ર. – સૌ કોઈ મનુષ્ય બીજાં દુઃખીનાં આંસુ લૂછવાં જોઈએ


સૂર્ય તપવો. અર્થ : પ્રગતિના શિખર પર હોવું.

વા. પ્ર. – નરેન્દ્ર મોદીનો અત્યારે સૂર્ય તપે છે.


છાતીમાં દુ:ખવું. અર્થ : દુ:ખ થવું.

વા. પ્ર. – દુઃખી માણસને જોઈને આપણી છાતીમાં દુ:ખવું જોઈએ.


હેયે ટાઢક વળવી. અર્થ : મનમાં નિરાંત થવી.

વા પ્ર. – દીકરીને સાસરે સુખી જઈને માતાને ઈયે ટાઢક વળે છે.


હાથ ધોઈ નાખવા, અર્ધ : આશા મૂકી દેવી.

વા. પ્ર. – ગંભીર માંદગી જોઈ ડૉકટર હાથ ધોઈ નાખે છે.


નીચેના વાક્યોમાંથી વિશેષણ તારવી તેનો પ્રકાર જણાવો.


પ્રશ્ન 1.

પછી આવે મારું નાનું ગામ.

ઉત્તર :

મારું – સાર્વનામિક; નાનું – ગુણવાચક


પ્રશ્ન 2.

બે-ત્રણ નાના-મોટા ટીંબા છે.

ઉત્તર :

બે-ત્રણ – સંખ્યાવાચક, નાના-મોટા – ગુણવાચ ક.



પ્રશ્ન 3.

એથી અદકો વિષાદ રમજુ મીરના હૃદય પર છવાયો હતો.

ઉત્તર :

અદકો – માત્રાસૂચક


પ્રશ્ન 4.

એ પહાડો વચ્ચેના વાંકાચૂકા સાંકડા માર્ગમાંથી લાંબી લાંબી વણઝાર આવી રહી છે.

ઉત્તર :

વાંકાચૂકા – ગુણવાચક, સાંકડા – ગુણવાચક, લાંબી લાંબી – ગુણવાચક.



તે બેસે અહીં કાવ્ય-પરિચય :


લેખક પરિચય : સ્નેહી હરિભાઈ પરમારનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનાળિયા છે. તેઓ બગસરાની મેધાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સરળ, બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. “પીડા પયંત’, ‘યદો તંદા ગઝલ’ તેમના ગઝલ સંગ્રહો છે.


કાવ્યનો સારાંશ : કવિએ આ ગઝલમાં સભામાં, એટલે કે માનભર્યા સ્થાનમાં, બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. બીજાને માટે સંવેદના, મોટા સ્થાન ઉપર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ જાતને પૂછવું અને યોગ્યતા ન લાગે તો સભામાંથી ઊઠી જવું એનાં નિખાલસ ચિત્રો કવિએ અલગ અલગ શેરમાં રજૂ કર્યા છે. આ રીતે મનુષ્યના મહિમાનો -આધાર વર્ણવ્યો છે. પ્રશ્નો અને તેના ઉત્ત દ્વારા કવિએ જાણે જાત-તપાસ રજૂ કરી છે. દરેક મનુષ્ય જાતને પૂછવા જેવા આ પ્રશ્નો છે એમ પણ સૂચવાય છે.



નીચેની કાવ્યપંક્તિનો અર્થ આપો :


કોઈનું પણ ………………. તે બેસે અહીં.


અર્થ : જે કોઈ વ્યક્તિએ બીજાને દુ:ખી જોઈને, રોતાં જોઈને એમનાં આંસુ લૂછવાં હોય, તે અહીં બેસી શકે છે. સાથે સાથે એમને દુ:ખી જોઈને પોતે પણ પોતાની છાતીમાં દુ:ખનો અનુભવ કર્યો હોય, તે પણ અહીં બેસે.


સૂર્ય તપતો હોય ……………………. તે બેસે અહીં.


અર્થ : જે માણસની ધંધામાં કે નોકરીમાં ઉન્નતિ થતી હોય, તેનો સૂર્ય મધ્યાહને તપતો હોય અને છતાં તેવી વ્યક્તિ બીજી વ્યક્તિના ચરણમાં મૂકીને, નમ્રતાથી પ્રણામ કરતી હોય તેવી વ્યક્તિ પણ અહીં બેસી શકે છે.


હાથ પોતાનો ………….. બેસે અહીં.


અર્થ : જે વ્યક્તિ કોઈને ગુપ્ત રીતે દાન કરતી હોય, પોતાના બીજા હાથને પણ ખબર ન પડે એમ દાન આપતી હોય અને કીડિયારું પૂર્યું હોય એ પણ અહીં બેસે. નાનાં જંતુને પણ ખોરાક આપે છે, એવી દાની અને દયાળુ વ્યક્તિ અહીં બેસી શકે છે.


એટલો લાયક …………… તે બેસે અહ.


અર્થ : જે વ્યક્તિ કોઈ સભામાં કે ઉચ્ચ આસને બેટી હોય અને જાતે પૂછે કે આ પદ કે હોકા માટે તેની લાયકાત છે કે નહિ ? તે પણ આ જગ્યાએ બેસી શકે છે.


જે ક્ષણે …………….. તે બેસે અહીં.


અર્થ : કોઈ પણ સભામાં કે ઉચ્ચ આસને જે બેઠા હોય અને પોતાની જાતને પૂછે કે આ સભા, મંડળ કે હોદા પર પોતે બેઠા છે, તે યોગ્ય છે ? અને પછી એને લાગે કે આ હોદા પર પોતે ખોટા બેઠા છે; તો તરત જ બીજી ક્ષણે ત્યાંથી ઊભા થઈને ચાલવાની જે તૈયારી કરે, તે પણ અહીં બેસે.


Popular posts from this blog

વિદ્યાર્થીઓના